ધરમપુરમાં તિસ્કરી તલાટના વતની અને વિધાનસભામાં નાયબ સચિવ હર્ષિલ પટેલ પી.એચ.ડી થયા.



ધરમપુરનાં તિસ્કરી તલાટના વતની અને વિધાનસભામાં નાયબ સચિવ હર્ષિલ પટેલ પી.એચ.ડી થયા...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામના હર્ષિલકુમાર ઠાકોરભાઇ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાં ગાઇડ ડૉ. બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડી અન્નખેડ સત્યાગ્રહ મહાનિબંધ વિષય પર પી.એચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. હર્ષિલકુમાર હાલમાં ગુજરાત વિધાનસભા ગાંધીનગરમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવે છે. ઉચ્ચ હોદો ધરાવતા હોવા છતાં અથાગ મહેનત કરી ડૉકટરેટની ડિગ્રી મેળવી આજના યુવા માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓએ ગામ, પરિવાર અને સમાજનું નામ રોશન કર્યુ છે. 

સૌજન્ય: માહિતી બ્યુરોઃ વલસાડ તા. 29 ડિસેમ્બર


Post a Comment

0 Comments