ખેરગામના નાસિક ખેલ મહાકુંભમાં નાંધઈના 70 વર્ષીય બાબુભાઈએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી નેશનલ વેટરન્સ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ ચેમ્પિયનશિપ - ખેલ મહાકુંભ - નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાઈ હતી. ધ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન સ્વ. મીના તાઈ ઠાકરે સ્ટેડિયમ ખાતે ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાના બાબુભાઈ પટેલ નિવૃત એસટી કર્મચારી મણીલાલ પટેલ નિવૃત શિક્ષક અને પ્રવિણભાઈ પટેલ-પ્રા.શિ.બહેજ પ્રા.શાળા જેમાં ભાગ લેનાર શિક્ષકોમાં 70 વર્ષથી વધુ ઉંમરે નાંધઈ વાળી ફળીયાના રહેવાસી બાબુભાઈ શામજીભાઈ પટેલ 800 મીટર દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી ખેરગામ તાલુકા અને દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ખેલ મહાકુંભના પ્રમુખ અનિરુદ્ધ ધર્માધિકારીશ્રીએ સુવર્ણચંદ્રક પહેરાવી સન્માન પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. ખેરગામના તમામ રમતપ્રેમીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા, જે હવે આવનારા નવા વર્ષમાં કલકત્તા ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
0 Comments