ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે માવલી માતાની પૂજાઅર્ચના કરવામાં આવી.

  


તા.30/10/2023 ની રાત્રે મારી સંસ્કૃતિ, મારુ સ્વાભિમાન અંતર્ગત ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે માવલી માતાની પૂજાઅર્ચના કરવામાં આવી.

 આદિવાસી સમાજ પ્રકૃતિના સૌથી નજીક હોય  છે અને તે હંમેશા પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે.આદિવાસી સમાજની પોતાની એક અલગ સંસ્કૃતિ છે. તે પ્રકૃતિપૂજક છે. તેથી તે  નવા ધાન્યનો પાક તૈયાર થાય ત્યારે  આદિવાસી વિસ્તારોમાં અનેક ગામોમાં સ્થાનિક ભૂવાઓ દ્વારા આખી રાત માવલી માતાનું   પૂજન કરવામાં આવતું હોય છે. 

જ્યાં ધરમપુર તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ પટેલ, મરઘમાળ ગામના આગેવાન વિજયભાઈ, અવિનાશ ઝવેરભાઈ પટેલ, રમુજીભાઈ, ગામના પ્રથમ નાગરિક રજનીભાઈ પટેલ અને  હેમંત પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.



Post a Comment

0 Comments