ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા.

   


ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્ષેત્રોમાં યોગદાન આપનાર  મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યાં.

ખેરગામ । ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાના નેતૃત્વ હેઠળ 'વિશ્વ મહિલા દિન' ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

        સમસ્ત આદિવાસી સમાજ છેલ્લા 10 કરતા વધારે વર્ષોથી જનજાગૃતિ, શિક્ષણ, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા નિવારણ, સ્ત્રીસશક્તિકરણ,  જેવા વિવિધ મુદ્દે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. ‘વિશ્વ મહિલા દિવસ' અવસર પર આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ અને ગાંધીનગરના નિવૃત સચિવ ઠાકોરભાઈ પટેલ દ્વારા ડો. દિવ્યાંગી પટેલ, ડાંગના નીતાબેન પટેલ અને ધરમપુરના દર્શનાબેન પટેલ સાથે મળીને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી ચૂકેલ અને સમાજસેવામા મહત્વનું યોગદાન આપનાર 62 જેટલાં મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

        આ પ્રસંગે ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા સ્ત્રીઓના સામાજિક સંગઠનોમાં વધુ જવાબદારી ઉપાડવાના તેમજ વિધવા પુન:વિવાહ, ડાકણ કાઢવા જેવી અંધશ્રદ્ધાઓ પર કાયદાકીય લગામ કસવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વસુલાબેન દ્વારા વ્યંઢળો પ્રત્યે પણ સમાન સંવેદના રાખી સમગ્ર સમાજને વાદવિવાદ ભૂલી એક થવા હાકલ કરી હતી. 

          આ કાર્યક્રમમાં વસરાઈના ગાયક કલાકાર પાયલ પટેલ દ્વારા પ્રાર્થનાગીત તેમજ “એક જ ચાલે ડોહાડીયા જ ચાલે”ગીત,અંજનાબેન દ્વારા સ્વરચિત ગીત તેમજ જાણીતા કલાકારો શ્રદ્ધા-રિદ્ધિ કોષ,રિદ્ધિ વહેવલની ટીમ અને ધ્યાની તન્વીબેન દ્વારા આદિવાસી ગીતો પર મનમોહક નૃત્યો કરી અને દક્ષાબેન દ્વારા માર્શલ આર્ટના કરતબો કરી અને છાયાબેન દ્વારા ફટાણા ગાઈને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. 

              આ કાર્યક્રમમાં તેજલબેન વલસાડ મામલતદાર, ડો.ધારા પટેલ, ડો.જ્યોતિ પટેલ, ડો.બિનલ પટેલ,કલ્પવંત હોટલના સંચાલક કલ્પનાબેન ડો.એ.જી.પટેલ,ડો.પ્રદીપભાઈ પટેલ, સ્પંદન હોસ્પિટલ, પ્રો.નિરલ પટેલ, ડી.ઝેડ.પટેલ, બીટીએસ મયુર પટેલ, ડો.નિતિન પટેલ,કમલેશ પટેલ, ડો.દિનેશ ખાંડવી, નિવૃત ટીડીઓ લાલજીભાઈ, ભાવિક ચંદ્રકાન્તભાઈ, મુકેશભાઈ, હિતેશભાઇ, ધર્મેશભાઈ,દલપતભાઈ, કિર્તી પટેલ, વંદના, નીતા, આયુષી, મનાલી, શીલાબેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.


Post a Comment

0 Comments