વાંસદા ખાતે આયુષ મેળામાં કેલિયા પ્રાથમિક શાળા બીજ બેંક દ્વારા ૨૭૮ થી વધુ પ્રકારના ઔષધિય બીજ રજૂ કર્યા.

      

તા: ૦૩-૦૨-૨૦૨૩નાં દિને જલારામ મંદિર હોલ, વાંસદા ખાતે નવસારી જિલ્લા પંચાયત સંચાલિત આયુષ મેળો યોજાયો હતો. પ્રજાજનોની આરોગ્ય જાળવણીમાં આયુષ પ્રણાલીના સિદ્ધાંતોનો જન સામાન્યમાં  પ્રચાર -પસાર થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પમાં વાંસદા તાલુકાની કેલિયા પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી હેમંતભાઈ પટેલ દ્વારા બીજ બેંકમાં ૨૭૮થી વધુ પ્રકારનાં અલગ અલગ જાતના આયુર્વેદના બીજ રજૂ કર્યા હતાં. જે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.તેમનાં જણાવ્યા પ્રમાણે તેઓ ૪૦૦ પ્રકારના ઔષધિય બીજનો સંગ્રહ ધરાવે છે. વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ દ્વારા આ બીજ બેંકની મુલાકાત લેવામાં આવી હતી.





ઈમેજ અને વિડિયો શ્રોત : કેલિયા પ્રાથમિક શાળા


Post a Comment

0 Comments