નવસારી જિલ્લાની આંતર તાલુકા પુરૂષ અને મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

  


તારીખ:૨૩-૦૨-૨૦૨૩નાં દિને નવસારી જિલ્લાની આંતર તાલુકા પુરૂષ અને મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

નવસારી જિલ્લા પંચાયતના અઘ્યક્ષ શ્રીમતી દર્શનાબેન પટેલનાં હસ્તે ક્રિકેટ મેચનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી  ભગીરથસિંહ પરમાર, નવસારી  તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, નવસારી જિ. નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નવીનભાઈ પટેલ, ખેરગામ અને ગણદેવી તાલુકા પ્રાથમિક  શ્રી મનિષભાઈ પરમાર, વાંસદા તા. પ્રા. શિક્ષણાધિકારી શ્રી હરિશભાઈ પટેલ, ચીખલી તા. પ્રા. શિક્ષણાધિકારી શ્રી વિજયભાઈ પટેલ, નવસારી જિ. પ્રા. શિ. સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, નવસારી તા. પ્રા. શિક્ષણાધિકારી શ્રી વિશાલસિંહ જલાલપોર તા. પ્રા. શિક્ષણાધિકારી શ્રી ગોવિંદભાઈ દેશમુખ, નવસારી, જિ.પ્રા.શિ.સંઘનાં પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, મહામંત્રી શ્રી હેમંતસિંહ ચૌહાણ, કોષાધ્યક્ષ શ્રી હરિસિંહ પરમાર, સહમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, નવસારી તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચૌધરી, ખેરગામ તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ચીખલી તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, ગણદેવી તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, જલાલપોર તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ અને  વાંસદા તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ થોરાટ હાજર રહ્યા હતા. 

પારડી સરપોર ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખેરગામ, ગણદેવી અને ચીખલી તાલુકાની પુરુષ તથા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ અને નાગધરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર નવસારી, જલાલપોર અને વાંસદા તાલુકાની પુરુષ તથા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ  યોજાઈ.  જેમાં ભાઈઓ માટે 8 ઓવર અને બહેનો 4 ઓવરની મેચ જાહેર કરવામાં આવી. 

તારીખ - 23-02-2023ના ગુરૂવારના દિને સરપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે (ભાઈઓ) ખેરગામ તાલુકા, ગણદેવી તાલુકા અને ચીખલી તાલુકા વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ગણદેવી અને ચીખલીની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. 

સરપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે (બહેનો) ખેરગામ તાલુકા, ગણદેવી તાલુકા અને ચીખલી તાલુકા વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ખેરગામ અને ચીખલીની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. 

નાગધરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે (ભાઈઓ) નવસારી તાલુકા, જલાલપોર તાલુકા અને વાંસદા તાલુકા વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં નવસારી અને વાંસદાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. 

નાગધરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે (બહેનો) નવસારી તાલુકા, જલાલપોર તાલુકા અને વાંસદા તાલુકા વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં નવસારી અને વાંસદાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. 

 તારીખ 24-02-2023ના શુક્રવારના દિનની તમામ મેચો સરપોર ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. જેમાં પ્રથમ સેમી ફાઈનલ (બહેનો) ખેરગામ અને નવસારી વચ્ચે રમાઈ જેમાં ખેરગામ ટીમ વિજેતા થઈ હતી. 

પ્રથમ સેમી ફાઈનલ (ભાઈઓ)  જલાલપોર અને ચીખલી વચ્ચે રમાઈ જેમાં  ચીખલી ટીમ વિજેતા થઈ હતી. 

બીજી સેમી ફાઈનલ (બહેનોચીખલી અને વાંસદા વચ્ચે રમાઈ જેમાં  ચીખલી ટીમ વિજેતા થઈ હતી. 

બીજી સેમી ફાઈનલ (ભાઈઓ)  વાંસદા અને ગણદેવી  વચ્ચે રમાઈ, જેમાં વાંસદા ટીમ વિજેતા થઈ હતી.  

 બહેનોની ફાઇનલ મેચ ખેરગામ અને ચીખલી વચ્ચે રમાઇ, જેમાં ખેરગામ ટીમ વિજેતા થઈ હતી. જ્યારે ચીખલી ટીમ રનર્સઅપ રહી હતી. 



ચીખલી તાલુકાની રનર્સઅપ ટીમ 

ભાઈઓની ફાઇનલ મેચ ચીખલી અને વાંસદા વચ્ચે રમાઇ, જેમાં વાંસદા ટીમ વિજેતા થઈ હતી. જ્યારે ચીખલી ટીમ રનર્સઅપ રહી હતી. 

તમામ મેચોનું પરિણામ જોવા માટે  : 

Result on cricheroes.in 


Post a Comment

0 Comments