ખેરગામના મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું.

    


ખેરગામ: 2023ના પ્રથમ મહિનામાં મુસ્લિમ સમાજના યુવાનોમાં એકતા અને ભાઈચારાની ભાવના વિકસે એ હેતુથી દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં મુસ્લિમ પ્રીમિયર લીગનું આયોજન મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે  2023માં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં  ખેરગામની ઝાઇદ ઇલેવન ટીમ વિજેતા બની હતી. 

ચાલુ વર્ષ 2023 દરમ્યાન  કરવામાં આવેલ આયોજન મુસ્લિમ સમાજના આગેવાનો સાજીદભાઇ, સાબિરભાઈ, સજ્જુભાઈ, આશીફભાઈ, જાવેદભાઈ, અદનાન સહિતનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ 5 ટીમો સાથે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ખેરગામના જાણીતા તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું.જેમાં ઝાઇદ ઇલેવન વિજેતા બની અને જાવેદ એન્ડ સન્સ ઇલેવન રનર્સ અપ રહી હતી.

આ પ્રસંગે ડો.નિરવ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ખેરગામનો મુસ્લિમ સમાજ હંમેશા શાંતિપૂર્ણ અને તાલુકાની પ્રગતિમા સહભાગી રહ્યો છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થવું એ મારા માટે પણ ખુબ જ આનંદની લાગણી છે. આવી જ રીતે ભવિષ્યમાં પણ ખેરગામ તાલુકાના આદિવાસી, હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ તમામ સમુદાયો સાથે મળીને દેશના વિકાસમાં ખુબ જ મહત્વનું યોગદાન આપશે એવુ  ખેરગામના તબીબ નિરવ પટેલનું માનવું છે.

Post a Comment

0 Comments