વલસાડ રક્તદાન કેન્દ્રના સંચાલક યઝદી ઈટાલીયાજીનો લાગણીશીલ અભિપ્રાય.94 બોટલો માંથી લગભગ 282 સુધીના લોકોની જિંદગીમાં ખુશીઓ લાવી શકીશું એનો અમને ખુબ જ આનંદ છે.મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની દોડાદોડીમાં સરખી આગતાસ્વાગતા નહીં થઇ શકી હોય એ બદલ ખેદ વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમ માત્ર અને માત્ર ખુબ મોટી સંખ્યામાં આવનાર તમામ મહેમાનો જેમાં 150 થી વધુ રક્તદાન માટે તૈયારીઓ બતાવનાર રક્તદાતા,રૂબરૂ નહીં આવી શકનાર પણ હૃદયથી આશીર્વાદ આપનાર અને હોસ્પિટલની આસપાસના તમામ રહેવાસીઓ,વલસાડ રક્તદાન કેન્દ્રના ડો.કમલ પટેલ,ડો.નીરવ પટેલ સહિતની એમની ટીમ અને અમારી હોસ્પિટલનો સ્ટાફ અને અમારી ટીમ સહિતના તમામ જાણ્યા અજાણ્યા અનેક લોકોના સહકાર વગર આટલો ભવ્ય શક્ય ન હતો એ બદલ નતમસ્તક આભાર માનું છું.
જોહાર સહ જય ભારત
ડૉ. નિરવ પટેલ
0 Comments